સ્પર્ધાત્મક પરીક્ષા કે સ્કૂલમા ભણતા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ સ્ટડી પ્લાનર અને ટાઈમ ટેબલ સોફ્ટવેરની વિશેષતાઓ
🎯 30-મિનિટ જાદુઈ સ્ટડી પ્લાનર
સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ, સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ , કોલેજ કરતા વિદ્યાર્થી માટે એક બ્રહ્માસ્ત્ર!
✨ આ સોફ્ટવેર ઉમેદવારોને કઈ રીતે ફાયદો કરશે?
1️⃣ કંટાળો અને આળસ દૂર કરશે (Pomodoro Technique)
લાંબો સમય વાંચવાથી કંટાળો આવે છે, પણ આમાં તમારે માત્ર 30-30 મિનિટના નાના ટાર્ગેટ બનાવવાના છે. ટાઈમર ચાલુ થતાં જ મગજને એક ચેલેન્જ મળે છે, જેનાથી આળસ દૂર થાય છે અને ફોકસ વધે છે.
2️⃣ ઈમોશનલ મોટિવેશન (ધ્યાન ભટકવા નહિ દે)
જ્યારે પણ ફોન જોવાનું મન થાય, ત્યારે સ્ક્રીન પર માતા-પિતાના સંઘર્ષના ઈમોશનલ મેસેજ આવશે. જે સીધા હૃદયને સ્પર્શી જશે અને તમને પાછા પુસ્તક તરફ ખેંચી લાવશે.
3️⃣ સંપૂર્ણ સિલેબસનું લાઈવ ટ્રેકિંગ
તમારો કેટલો અભ્યાસક્રમ પૂરો થયો અને કેટલો બાકી છે, તેનું વિષયવાર એનાલિસિસ અને પ્રોગ્રેસ બાર (ટકાવારી) દેખાશે. આનાથી પરીક્ષાનો ડર ઘટશે અને આત્મવિશ્વાસ વધશે.
4️⃣ રીડિંગ મોડ (સ્ક્રીન બંધ નહિ થાય)
જ્યાં સુધી આ પેજ ખુલ્લું રહેશે ત્યાં સુધી મોબાઈલની સ્ક્રીન જાતે બંધ નહિ થાય. વારંવાર સ્ક્રીન ખોલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. પાવર seving મોડ બંધ કરવું જેથી સ્ક્રીન લાઈટ બંધ નહીં થાય. તેમ છતાં જો સ્ક્રીન બંધ થાય તો તમારા મોબાઇલ સેટિંગ માંથી ડિસ્પ્લે વાળા વિભાગમાંથી screen light નો સમય વધારી શકો છો.
🛠️ આ સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો? (5 સરળ સ્ટેપ)
તમારું લક્ષ્ય સેટ કરો
સૌથી પહેલા 'સેટિંગ્સ ⚙️' બટન પર ક્લિક કરો. તમારી પરીક્ષાનું નામ અને તારીખ નાખો. જેનાથી સોફ્ટવેર તમને રોજ યાદ અપાવશે કે પરીક્ષાને કેટલા દિવસ બાકી છે.
તમારો વિષય ઉમેરો
'➕ વિષય ઉમેરો' બટન પર ક્લિક કરો. તમે drop dawnmenu માંથી ધોરણ પ્રમાણે તૈયાર વિષય પણ પસંદ કરી શકો છો, અથવા જાતે નવો વિષય અને તેના પ્રકરણો (Chapters) ટાઈપ કરીને ઉમેરી શકો છો.
30 મિનિટનો નાનો ટાર્ગેટ લખો
આખા પ્રકરણને એકસાથે વાંચવાને બદલે, નીચે આપેલા ખાલી બોક્સમાં 30 મિનિટમાં વંચાય તેટલો નાનો ટાર્ગેટ લખો (દા.ત. વિજ્ઞાનના 2 પેજ) અને 'ઉમેરો' પર ક્લિક કરો.
ટાઈમર શરૂ કરો અને વૃક્ષ વાવો!
'🚀 30 મિનિટ શરૂ કરો' બટન દબાવો. તમારો ફોન બાજુ પર મૂકી દો અને વાંચવાનું શરૂ કરો. સ્ક્રીન પર એક વૃક્ષ મોટું થતું દેખાશે અને 30 મિનિટ પૂરી થતાં જ તમને સ્કોર મળશે!
ટાર્ગેટ પૂરો કરો (Tick ☑️)
તમે જે ટાર્ગેટ લખ્યો હતો તે પૂરો થાય એટલે તેની બાજુમાં આપેલા ચોરસ બોક્સમાં ટિક કરો. તે લીલો થઈ જશે અને તમારો પ્રોગ્રેસ બાર આગળ વધશે!
આ સોફ્ટવેરનો ડેટા તમારા જ મોબાઈલમાં સેવ થાય છે. જો તમે બ્રાઉઝરની 'History કે Cache Data' ક્લિયર કરશો તો ડેટા ઉડી જશે. તેથી રોજ વાંચન પૂરું થાય એટલે નીચેથી '📥 બેકઅપ ડાઉનલોડ' કરી લેવો જરૂરી છે! ત્યાર બાદ ફરી પાછો જ્યારે તમારો પ્રોગ્રેસ રિપોર્ટ, ઉમેરેલા ટોપિક, વિષય વગેરે લાવવા હોય તો backup ની નીચે આપેલ button થી લાવી શકશો જેથી તમારે વારંવાર અભ્યાસ ક્રમ ઉમેરવો ન પડે તથા તમારો progress report લાવી શકો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો